SIMPLE PRESENT TENSE
SIMPLE PRESENT TENSE

SIMPLE PRESENT TENSE

SIMPLE PRESENT TENSE

SIMPLE PRESENT TENSE

ક્યારે ઉપયોગ થાય ?

રોજની ટેવ બતાવવા અથવા રોજ થતી ક્રિયાઓ માટે.

સનાતન સત્ય અને વિજ્ઞાનના નિયમો દર્શાવવા.

કહેવતો દર્શાવવા માટે.

SIMPLE PRESENT TENSE
સાદો વર્તમાનકાળ સૂચવતા શબ્દો

Always, Daily, Everyday, Each week, Each month Each night, Sometimes, Often.

સાદો વર્તમાનકાળ કઈ રીતે બને ?

I / We / You / They / બહુવચન કર્તા (બે કે વધારે કર્તા) + ક્રિયાપદનું To વિનાનું રૂપ (play / go) + અન્ય શબ્દો

OR

He/She / It / એકવચન કર્તા (એક જ કર્તા) + ક્રિયાપદનું s/es વાળુ રૂપ (plays / goes) + અન્ય શબ્દો

OR

I/We/You/They/He/She/It + Am/Is / Are + અન્ય શબ્દો

  • મતલબ કે જો તમારા વાક્ય નો કર્તા he/she/It હોય તો ક્રિયાપદ s કે es લગાવો પણ
  • જો કર્તા he/she/it ના હોય તો ક્રિયાપદનું મૂળરૂપ મૂકો.
  • ઘણીવાર વાક્યમાં ક્રિયાપદની જરૂર પડતી નથી. જેમ કે,

I am a boy.

She is clever.

He is a tall person.

We are happy.

They are fat.

ઉપરના વાક્યોમાં કોઈ ક્રિયાપદ નથી જેવું કે ખાવું, પીવું, જોવું, ચાલવું વગેરે તેથી

કર્તા પછી સીધો Am/Is/Are નો ઉપયોગ કરવામાં આવ્યો છે.

યાદ રાખો કે :

He→ મતલબ કોઈ છોકરાનું કે પુરૂષનું નામ (Suresh)

She → મતલબ કોઈ છોકરી કે સ્ત્રીનું નામ (Neha)

It → મતલબ કે કોઈ નિર્જીવ વસ્તુ અથવા પ્રાણીનું નામ.(a table/a dog)

Examples:

1. Sunil teaches us English.

વાક્યનો કર્તા Sunil છે એટલે ક્રિયાપદનું es વાળું રૂપ (Teaches)

2. Ankit knows four languages.

વાક્યનો કર્તા Ankit છે એટલે ક્રિયાપદનું s વાળું રૂપ (Knows)

3. The sun rises in the east.

વાક્યનો કર્તા The sun છે એટલે ક્રિયાપદનું s વાળું રૂપ (rises)

4. We drink milk everyday.

વાક્યનો કર્તા We છે એટલે ક્રિયાપદનું મૂળરૂપ (drink)

5. You always come late.

વાક્યનો કર્તા You છે એટલે ક્રિયાપદનું મૂળરૂપ (come)

6. She is a tall girl.

આ વાક્યમાં કર્તા પછી કોઈ ક્રિયાપદ નથી એટલે is નો ઉપયોગ થાય.

7. Mamta is beautiful.

આ વાક્યમાં કર્તા પછી કોઈ ક્રિયાપદ નથી એટલે is નો ઉપયોગ થાય.

8. We are healthy.

આ વાક્યમાં કર્તા પછી કોઈ ક્રિયાપદ નથી એટલે are નો ઉપયોગ થાય.

9. This lion eats vegetable.

વાક્યનો કર્તા This lion છે એટલે ક્રિયાપદનું s વાળું રૂપ (eats)

10. Raju and Sanju sing film songs.

વાક્યમાં બે કર્તા (Raju and Sanju) છે એટલે ક્રિયાપદનું મૂળરૂપ (sing)

Comments

No comments yet. Why don’t you start the discussion?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *