SIMPLE PAST TENSE
SIMPLE PAST TENSE

SIMPLE PAST TENSE

SIMPLE PAST TENSE

SIMPLE PAST TENSE

SIMPLE PAST TENSE
ક્યારે ઉપયોગ થાય ?

થઈ ગયેલી, બની ગયેલી અથવા વીતી ગયેલી ક્રિયાઓ માટે.

→ ભૂતકાળની આદત દર્શાવવા માટે.

→ જ્યારે વાક્યમાં હતો, હતી, હતું અથવા હતા એવું કહેવું હોય તો આ કાળનો ઉપયોગ થાય.

સાદો ભૂતકાળ સૂચવતા શબ્દો.

Yesterday, last month/day/night / week, Two months ago, three days ago.

સાદો ભૂતકાળ કઈ રીતે બને ?

I / We / You / They / બહુવચન કર્તા (બે કે વધારે કર્તા) + ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ (played / went) + અન્ય શબ્દો.

OR

He/She/It/ એકવચન કર્તા (એક જ કર્તા) + ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ (played / went) + અન્ય શબ્દો.

OR

I/We/You/They/He/She/It + was/were + અન્ય શબ્દો.

ઘણીવાર આ કાળમાં ક્રિયાપદની જરૂર પડતી નથી જેમ કે,

I was a boy.

She was clever.

He was a tall person.

We were happy.

They were fat.

ઉપરના વાક્યોમાં કોઈ ક્રિયાપદ નથી જેવું કે ખાવું/પીવું/જોવું/ચાલવું વગેરે તેથી કર્તા પછી સીધો was/were નો ઉપયોગ કરવામાં આવે છે.

SIMPLE PRESENT TENSE

Examples:

1. They returned very late last night.

(તેઓ ગઈ રાત્રે ખૂબ મોડા આવ્યા હતા.)

કર્તા (they) + return નું ભૂતકાળ returned.

2. I saw lion two months ago.

(મેં બે મહિના પહેલા સિંહ જોયો હતો.)

કર્તા (I) + see નું ભૂતકાળ saw.

3. He walked three kilometers yesterday.

(તે ગઈકાલે ત્રણ કિલોમીટર ચાલ્યો હતો.)

કર્તા (He) + walk નું ભૂતકાળ walked.

4. She wanted to buy computer last month.

(તેની ગયા મહિને કમ્પ્યુટર ખરીદવાની ઈચ્છા હતી).

કર્તા (She) + want નું ભૂતકાળ wanted.

5. We played cricket yesterday.

(અમે ગઈકાલે ક્રિકેટ રમ્યા હતા.)

6. Last week, I posted this letter.

(મેં આ પત્ર ગયા અઠવાડિયે પોસ્ટ કર્યો હતો.)

કર્તા (I) + post નું ભૂતકાળ posted.

7. She was beautiful in her childhood.

(તે બાળપણમાં સુંદર હતી)

વાક્યમાં ક્રિયાપદ નથી એટલે was નો ઉપયોગ થાય.

8. They were clever students.

(તેઓ હોશિયાર વિદ્યાર્થીઓ હતા.)

વાક્યમાં ક્રિયાપદ નથી એટલે were નો ઉપયોગ થાય.

9. He was strong and honest.

(તે મજબૂત અને પ્રામાણિક હતો.)

વાક્યમાં ક્રિયાપદ નથી એટલે was નો ઉપયોગ થાય.

10. You drank 2 liter milk yesterday.

(તે ગઈકાલે ૨ લિટર દૂધ પીધું હતું.)

કર્તા (You) + drink નું ભૂતકાળ drank.

Comments

No comments yet. Why don’t you start the discussion?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *