SIMPLE COUNTINUOUS TENSE
SIMPLE COUNTINUOUS TENSE
ચાલુ વર્તમાનકાળ
ક્યારે ઉપયોગ થાય ?
હાલ (સમયમાં) ચાલી રહેલી ક્રિયાઓ માટે.
નજીકના ભવિષ્યમાં થનાર ક્રિયાઓ માટે (જે નક્કી જ હોય).
જ્યારે આપણે ગુજરાતીમાં વાક્યના અંતે રહ્યો છે, રહી છે, રહ્યુ છે અથવા
રહ્યા છે, એવું બોલીએ ત્યારે આ કાળનો ઉપયોગ થાય.

ચાલુ વર્તમાનકાળ સૂચવતા શબ્દો.
Now, Listen, See, Watch, Look, Hear, Run, At present.
ચાલુ વર્તમાનકાળ કઈ રીતે બને ?
I/We / You / They / બહુવચન કર્તા (બે કે વધારે કર્તા) + are + ક્રિયાપદનું ing વાળુ રૂપ (playing / going) + અન્ય શબ્દો.
OR
He/She/It/ એકવચન કર્તા (એક જ કર્તા) + is + ક્રિયાપદનું ing વાળુ રૂપ (playing / going) + અન્ય શબ્દો
I | AM | ING ક્રિયાપદ (reading) |
HE | IS | ING ક્રિયાપદ (eating) |
SHE | IS | ING ક્રિયાપદ (watching) |
IT | IS | ING ક્રિયાપદ (going) |
WE | ARE | ING ક્રિયાપદ (riding) |
YOU | ARE | ING ક્રિયાપદ (driving) |
THEY | ARE | ING ક્રિયાપદ (singing) |
એકવચન કર્તા | IS | ING ક્રિયાપદ (working) |
બહુવચન કર્તા | ARE | ING ક્રિયાપદ (coming) |
Examples:
1. He is teaching English now.
(તે અત્યારે અંગ્રેજી ભણાવી રહ્યો છે.)
કર્તા He છે એટલે is અને teach + ing.
2. Run, the bus is coming.
(દોડો, બસ આવી રહી છે.)
કર્તા the bus છે એટલે is અને come + ing. (ing લગાવો એટલે come માંથી e નીકળી જાય.)
3. See, birds are flying.
(જુઓ, પક્ષીઓ ઉડી રહ્યા છે.)
કર્તા birds છે એટલે are અને fly + ing.
4. I am going to school.
(હું શાળાએ જઈ રહ્યો છું.)
કર્તા / છે એટલે am અને go + ing.
5. They are playing cricket.
(તેઓ ક્રિકેટ રમી રહ્યા છે.)
કર્તા They છે એટલે are અને play + ing.
6. We are reading books.
(અમે પુસ્તકો વાંચી રહ્યા છીએ.)
કર્તા We છે એટલે are અને read + ing.
7. We are visiting Baroda next week.
(અમે આવતા અઠવાડિયે બરોડાની મુલાકાત લઈ રહ્યા છીએ.)
કર્તા We છે એટલે are અને visit + ing.
8. Anita and Ankit are marrying next month.
(અનિતા અને અંકિત આવતા મહિને લગ્ન કરી રહ્યા છે.)
કર્તા Anita and Ankit છે (બહુવચન) એટલે are અને marry + ing.
(આ પરિસ્થિતીમાં અનીતા અને અંકિતના લગ્ન નક્કી છે. એટલે ચાલુવર્તમાનકાળ નો ઉપયોગ કરી શકાય.)
9. I am laughing now.
(હું અત્યારે હસી રહ્યો છું.)
કર્તા / છે એટલે am અને laugh + ing.
10. Some girls are washing clothes.
(કેટલીક છોકરીઓ કપડાં ધોઈ રહી છે.) કર્તા Some girls છે એટલે are અને wash + ing.