PRESENT PERFECT TENSE
PRESENT PERFECT TENSE

PRESENT PERFECT TENSE

PRESENT PERFECT TENSE

PRESENT PERFECT TENSE

ક્યારે ઉપયોગ થાય ?

થોડા સમય પહેલા પૂરી થઈ ગયેલી ક્રિયાઓ માટે.

મે હમણાં જ વાંચી લીધું છે.

તેણે ચા પી લીધી છે.

અમુક પ્રશ્નો પૂછવા જેવા કે,

શું તમે તે ફિલ્મ જોઈ ?

તમે આ સરનામું જોયું છે ?

તમે તાજમહલ જોયો છે ?

યાદ રાખો કે પૂર્ણ વર્તમાનકાળમાં “છે” નો ઉપયોગ થાય છે. ઉપરના તમામ વાક્યોમાં તે જોઈ શકાય છે. જો વાક્યમાં હતો, હતી, હતું કે હતા એવું વપરાય તો તે ભૂતકાળ બની જાય છે.

પૂર્ણ વર્તમાનકાળ સૂચવતાં શબ્દો

Yet, Ever, Never, Just, Already.

Yet

(હજુ સુધી) નકાર અને પ્રશ્નાર્થ વાક્યોમાં વપરાય છે. જેમ કે,

I have not received invitation yet.

My father has not returned from the office yet.

Ever

પ્રશ્નો પૂછવા માટે Everનો ઉપયોગ થાય છે. જેમ કે,

Have you ever visited the Taj Mahal?

Has she ever tasted Gujarati dish ?

Never

જવાબ આપવા માટે Never નો ઉપયોગ થાય છે. જેમ કે,

I have never visited the Taj Mahal.

She has never tasted Gujarati dish.

પૂર્ણ વર્તમાનકાળ કઈ રીતે બને.

I/ We / You / They/ બહુવચન કર્તા (બે કે વધારે કર્તા) + Have + ક્રિયાપદનું ભૂતકૃદંત (played / gone) + અન્ય શબ્દો.

OR

He / She / It/ એકવચન કર્તા (એક જ કર્તા) + has + ક્રિયાપદનું ભૂતકૃદંત (played / gone) + અન્ય શબ્દો.

IHAVEભૂતકૃદંત  (reading)
HEHASભૂતકૃદંત (eating)
SHEHASભૂતકૃદંત (watching)
ITHASભૂતકૃદંત (going)
WEHAVEભૂતકૃદંત (riding)
YOUHAVEભૂતકૃદંત (driving)
THEYHAVEભૂતકૃદંત (singing)
એકવચન કર્તાHASભૂતકૃદંત (working)
બહુવચન કર્તાHAVEING ક્રિયાપદ (coming)

Examples:

1.The postman has brought letters for you.

    કર્તા The postman છે એટલે has અને bring નું ભૂતકૃદંત brought.

    2. I have just finished my homework.

    (મે હમણાં જ મારૂ ઘરકામ પુરૂ કર્યુ છે.)

    કર્તા / છે એટલે have અને finish નું ભૂતકૃદંત finished.

    3. She has not bought apples yet.

    (તેણે હજુ સફરજન ખરીદ્યા નથી.)

    કર્તા She છે એટલે has અને buy નું ભૂતકૃદંત bought.

    4. He has already read three magazines.

    કર્તા he છે એટલે has અને read નું ભૂતકૃદંત read.

    5. They have played very well.

    કર્તા They છે એટલે have અને play નું ભૂતકૃદંત played.

    6. We have seen the Taj Mahal.

    કર્તા We છે એટલે have અને see નું ભૂતકૃદંત seen.

    7. You have brought books with you.

    કર્તા You છે એટલે have અને bring નું ભૂતકૃદંત brought.

    8. I have not completed work yet.

    મેં મારૂં કામ હજુ પૂરૂ કર્યું નથી.)

    કર્તા I છે એટલે have અને complete નું ભૂતકૃદંત completed.

    9. Hardik has gone to the market.

    કર્તા Hardik છે એટલે has અને go નું ભૂતકૃદંત gone.

    10. Dhara has told stories.

      (ધારાએ વાર્તાઓ કહી છે.)

      કર્તા Dhara છે એટલે has અને tell નું ભૂતકૃદંત told.

      1 Comment

      Leave a Reply

      Your email address will not be published. Required fields are marked *