PRESENT PERFECT CONTINUOUS TENSE
PRESENT PERFECT CONTINUOUS TENSE

PRESENT PERFECT CONTINUOUS TENSE

PRESENT PERFECT CONTINUOUS TENSE

PRESENT PERFECT CONTINUOUS TENSE

ચાલુ પૂર્ણ વર્તમાનકાળ

ક્યારે ઉપયોગ થાય ?

જે ક્રિયાઓ ભૂતકાળમાં શરૂ થઈ અને હજુ સુધી પૂરી થઈ નથી તેવી ક્રિયાઓ માટે. જેમ કે,

સુનિલ છેલ્લા ચાર વર્ષથી ભણી રહ્યો છે. (એટલે કે સુનિલે ચાર વર્ષ પહેલા ભણવાનું શરૂ કર્યું હતુ અને હજુ સુધી પુરૂં કર્યું નથી.

અનિતા બે કલાકથી વાંચી રહી છે. (એટલે કે અનિતાએ બે કલાક પહેલા વાંચવાનું શરૂ કર્યું અને હજી પણ વાંચી રહી છે.)

→ યાદ રાખો કે થતું હતું અને થાય છે અથવા હતું અને છે, એમ દર્શાવવું હોય તો આ કાળનો ઉપયોગ કરવો પડે છે.

આ કાળમાં સમય બતાવવો પડે છે જેના માટે Since, For નો ઉપયોગ થાય છે.

SINCE

જ્યારે તમે સમયને લઈ ચોક્કસ હોવ ત્યારે નો ઉપયોગ થાય. એટલે કે ચોક્કસ સમય, દિવસ, મહિનો, વર્ષ અને તારીખ જેમ કે,

Since 1998, since last night, since 1st August, since December, since last Monday.

FOR

જ્યારે તમે સમયને લઈ ચોક્કસ ના હોવ ત્યારે For નો ઉપયોગ થાય મતલબ કે આશરે કહેવું હોય. જેમ કે,

For the last one night, for the last two months, for the last one month, for the last three days.

ચાલુ પૂર્ણ વર્તમાનકાળ કઈ રીતે બને

I/ We / You / They/બહુવચન કર્તા (બે કે વધારે કર્તા) + have+ been + ing ક્રિયાપદ (playing/going) + Since / For + અન્ય શબ્દો.

OR

He/She / It/ એકવચન કર્તા (એક જ કર્તા) + has + been + ing ક્રિયાપદ (playing / going) + Since / For + અન્ય શબ્દો.

OR

I/ We / You / They / બહુવચન કર્તા (બે કે વધારે કર્તા)/He/She/It/ એકવચન કર્તા (એક જ કર્તા) + has/have + been + Since / For + અન્ય શબ્દો.

IHAVEBEENING ક્રિયાપદ (reading)
HEHASBEENING ક્રિયાપદ (eating)
SHEHASBEENING ક્રિયાપદ (watching)
ITHASBEENING ક્રિયાપદ (going)
WEHAVEBEENING ક્રિયાપદ (riding)
YOUHAVEBEENING ક્રિયાપદ (driving)
THEYHAVEBEENING ક્રિયાપદ (singing)
એકવચન કર્તાHASBEENING ક્રિયાપદ (working)
બહુવચન કર્તાHAVEBEENING ક્રિયાપદ (coming)
Examples:

1. I have been living in Ahmedabad since 1998.

(હું અમદાવાદમાં ૧૯૯૮ થી રહું છું.)

કર્તા / છે એટલે have + been અને live નું ing ક્રિયાપદ living.

2. She has been reading for the last two weeks.

(તે છેલ્લા બે અઠવાડિયાથી વાંચી રહી છે.)

કર્તા She છે એટલે has + been અને read નું ing ક્રિયાપદ reading-

3. He has been going since last Monday.

(તે છેલ્લા સોમવારથી જઈ રહ્યો છે.)

કર્તા he છે એટલે has + been અને go નું ing ક્રિયાપદ going.

4. We have been seeing this lion for the last one hour.

(અમે છેલ્લા એક કલાકથી આ સિંહને જોઈ રહ્યા છીએ.)

કર્તા We છે એટલે have + been અને see નું ing ક્રિયાપદ seeing.

1 Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *