PAST PERFECT TENSE
PAST PERFECT TENSE

PAST PERFECT TENSE

PAST PERFECT TENSE
1. PAST PERFECT TENSE
PAST PERFECT TENSE
PAST PERFECT TENSE
ક્યારે ઉપયોગ થાય ?

→ ભૂતકાળમાં આગળ પાછળ બનેલી અથવા આગળ પાછળ પૂરી થયેલી ક્રિયાઓ દર્શાવવા માટે.

→ જે ક્રિયા પહેલા પૂરી થઈ હોય તેની સાથે પૂર્ણ ભૂતકાળ અને જે ક્રિયા પછી પૂરી થઈ હોય તેના માટે સાદો ભૂતકાળ.

પૂર્ણ ભૂતકાળ સૂચવતા શબ્દો.

ભૂતકાળ દર્શાવતો શબ્દ + after or before

પૂર્ણ ભૂતકાળ કઈ રીતે બને ?

I/We/You/They / He/She/It /એકવચન કર્તા (એક જ કર્તા) /બહુવચન કર્તા (બે કે વધારે કર્તા) + had + ક્રિયાપદનું ભૂતકૃદંત (played/gone) + અન્ય શબ્દો.

IHADભૂતકૃદંત  (read)
HEHADભૂતકૃદંત (eaten)
SHEHADભૂતકૃદંત (watched)
ITHADભૂતકૃદંત (done)
WEHADભૂતકૃદંત (gone)
YOUHADભૂતકૃદંત (driven)
THEYHADભૂતકૃદંત (sung)
એકવચન કર્તાHADભૂતકૃદંત (worked)
બહુવચન કર્તાHADભૂતકૃદંત (come)

→ ભૂતકાળમાં થયેલી ક્રિયાઓનો ક્રમ દર્શવાવા When / After / Before નો ઉપયોગ થાય છે.

Before (પહેલા) – બીજી બનેલી ક્રિયા સાથે મુકાય.

After (पछी) પ્રથમ બનેલી ક્રિયા સાથે મુકાય.

When (જ્યારે) – બીજી બનેલી ક્રિયા સાથે મુકાય.

Examples:

1. She had gone before I reached there.

(હું પહોચ્યો તે પહેલા તે જતી રહી હતી.)

કર્તા She + had અને go નું ભૂતકૃદંત gone.

2. Anil had prepared lunch before we came to home.

(અમે ઘરે પહોંચ્યા તે પહેલા અનિલે જમવાનું બનાવી લીધું હતું.)

કર્તા Anil + had અને prepare નું ભૂતકૃદંત prepared.

3. When we reached the station, bus had come.

(અમે સ્ટેશન પહોંચ્યા તે પહેલા બસ આવી ગઈ હતી.)

કર્તા We + had અને reach નું ભૂતકૃદંત reached.

4. They had started dinner, before Sunita came.

(સુનિતા આવી તે પહેલા તેમણે જમવાનું શરૂ કરી દીધું હતું.)

કર્તા They + had અને start નું ભૂતકૃદંત started.

5. When he arrived, students had sung prayer.

(તે આવ્યો એ પહેલાં વિદ્યાર્થીઓએ પ્રાર્થના ગાઈ લીધી હતી.)

કર્તા Students + had અને sing નું ભૂતકૃદંત sung.

6. We reached home after the Sun had set.

(અમે સૂર્યાસ્ત પછી ઘરે પહોંચ્યા.)

કર્તા Sun + had અને set નું ભૂતકૃદંત set.

7. When the bell rang, we had entered the classroom.

(જ્યારે બેલ વાગ્યો ત્યારે અમે વર્ગખંડમાં પ્રવેશી ગયા હતા.)

કર્તા We + had અને enter નું ભૂતકૃદંત entered.

8. The servant went home after he had finished the work.

(નોકરે કામ પૂરૂં કર્યું પછી તે ઘરે ગયો.)

કર્તા The servant + had અને finish નું ભૂતકૃદંત finished.

9. When I reached the bank, the manager had gone.

(જ્યારે હું બેંક ગયો ત્યારે મેનેજર જતાં રહ્યા હતાં.)

કર્તા Manager+ had અને go નું ભૂતકૃદંત gone.

10. Before he came to me, I had posted the letter.

(તે આવ્યો એ પહેલા મેં પત્ર પોસ્ટ કરી દીધો હતો.)

Comments

No comments yet. Why don’t you start the discussion?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *