PAST PERFECT CONTINUOUS TENSE
PAST PERFECT CONTINUOUS TENSE

ક્યારે ઉપયોગ થાય ?
→ભૂતકાળમાં કોઈ એક ક્રિયા થાય એ પહેલાં બીજી કોઈ ક્રિયા ચાલુ હતી તે દર્શાવવા એટલે કે કોઈ ક્રિયા ભૂતકાળમાં થઈ અને અમુક સમય સુધી ચાલી.
→ ભૂતકાળની કોઈ ક્રિયાનું કારણ દર્શાવવા.
→યાદ રાખો કે સમયનો ઉલ્લેખ ના હોય તો તે ચાલુ ભૂતકાળ બની જાય કારણ કે સમય વિના નક્કી ના કરી શકાય કે ક્રિયા ભૂતકાળમાં ક્યારે શરૂ થઈ અને અમુક સમય સુધી ચાલી. ચાલુ પૂર્ણ ભૂતકાળ સૂચવતા શબ્દો.
ભૂતકાળ દર્શાવતો શબ્દ + after or before, when
ચાલુ પૂર્ણ ભૂતકાળ કઈ રીતે બને
I/We/You/They/He/She/It / એકવચન કર્તા (એક જ કર્તા) /બહુવચન કર્તા (બે કે વધારે કર્તા) + Had + Been + ing ક્રિયાપદ (playing / going) + અન્ય શબ્દો
I | HAD | BEEN | ING ક્રિયાપદ (reading) |
HE | HAD | BEEN | ING ક્રિયાપદ (eating) |
SHE | HAD | BEEN | ING ક્રિયાપદ (watching) |
IT | HAD | BEEN | ING ક્રિયાપદ (going) |
WE | HAD | BEEN | ING ક્રિયાપદ (riding) |
YOU | HAD | BEEN | ING ક્રિયાપદ (driving) |
THEY | HAD | BEEN | ING ક્રિયાપદ (singing) |
એકવચન કર્તા | HAD | BEEN | ING ક્રિયાપદ (working) |
બહુવચન કર્તા | HAD | BEEN | ING ક્રિયાપદ (coming) |
Examples:
1.The boys had been quarreling for half and hour when we arrived home
(અમે ઘરે પહોંચ્યા ત્યારે બાળકો અડધો કલાકથી ઝઘડી રહ્યા હતા.)
કર્તા the boys + had + been + quarreling. (quarrel ing-quarreling
ઘરે પહોંચવાની ક્રિયા વખતે બાળકોની ઝઘડવાની ક્રિયા ચાલુ હતી.
2.The road was wet because it had been raining.
(રસ્તો ભીનો હતો કારણ કે વરસાદ પડી રહ્યો હતો.)
કર્તા it + had + been + raining. (rain નું ing-raining)
આ વાક્યમાં ભૂતકાળમાં રસ્તો ભીનો હોવાનું કારણ આપેલું છે જે વરસાદ પડવું છે તેથી had been raining.
3.We had been trying to open the door for the last five minutes when Anita found her key.
(જ્યારે અનિતાને તેની ચાવી મળી ત્યારે અમે પાંચ મિનિટથી દરવાજો ખોલવાનો પ્રયત્ન કરી રહ્યા હતા.)
કર્તા We + had + been + trying. (try નું ing-trying)
જ્યારે અનિતાને ચાવી મળી ત્યારે દરવાજો ખોલવા પ્રયત્ન કરવાની ક્રિયા ચાલુ હતી.
4.They had been buying fruits for fifteen minutes when Sunita came.
(જ્યારે સુનિતા આવી ત્યારે તેઓ પંદર મિનિટથી ફળો ખરીદી રહ્યા હતા.)
કર્તા They + had + been + buying. (buy ing-buying)
સુનિતા આવવાની ક્રિયા વખતે ફળો ખરીદવાની ક્રિયા ચાલુ હતી.