PAST COUNTINUOUS TENSE
PAST COUNTINUOUS TENSE

ક્યારે ઉપયોગ થાય ?
(1) ભૂતકાળમાં કોઈ ક્રિયા કોઈ ચોક્કસ સમયે ચાલુ હતી તે દર્શાવવા માટે.
(2) ભૂતકાળમાં કોઈ ક્રિયા ચાલુ હતી ત્યારે બીજી ક્રિયા બની તે દર્શાવવા માટે.
ચાલુ ભૂતકાળ સૂચવતા શબ્દો.
Yesterday evening, Yesterday noon, Yesterday 3 pm,
ભૂતકાળ દર્શાવતો શબ્દ + ચોક્કસ સમય.
ચાલુ ભૂતકાળ કઈ રીતે બને ?
We / You / They / બહુવચન કર્તા (બે કે વધારે કર્તા) + were + ક્રિયાપદનું ing વાળુ રૂપ (playing / going) + અન્ય શબ્દો.
OR
I/ He / She / It/ એકવચન કર્તા (એક જ કર્તા) + was + ક્રિયાપદનું ing વાળુ રૂપ (playing / going) + અન્ય શબ્દો
I | WAS | ING ક્રિયાપદ (reading) |
HE | WAS | ING ક્રિયાપદ (eating) |
SHE | WAS | ING ક્રિયાપદ (watching) |
IT | WAS | ING ક્રિયાપદ (going) |
WE | WERE | ING ક્રિયાપદ (riding) |
YOU | WERE | ING ક્રિયાપદ (driving) |
THEY | WERE | ING ક્રિયાપદ (singing) |
એકવચન કર્તા | WAS | ING ક્રિયાપદ (working) |
બહુવચન કર્તા | WERE | ING ક્રિયાપદ (coming) |
When / While નો ઉપયોગ થાય છે.
(1) When સાથે સાદા ભૂતકાળનું વાક્ય હોય અને પછી ચાલુ ભૂતકાળ
When guests arrived, we were singing songs.
When I came, she was going.
(2) While સાથે ચાલુ ભૂતકાળ વપરાય છે અને પછી સાદો ભૂતકાળ.
While I was driving, I saw Amit.
While we were taking dinner, door bell rang.
EXAMPLE:
1. We were going to cinema yesterday at 12 pm.
(અમે ગઈકાલે ૧૨ વાગે સિનેમા જઈ રહ્યા હતા.)
કર્તા We છે એટલે were અને go + ing.
2. He was driving yesterday evening.
(તે ગઈ સાંજે ડ્રાઈવ કરી રહ્યો હતો.)
કર્તા He છે એટલે was અને drive + ing.
3. She was crying last night at 8 pm.
(તે ગઈ રાત્રે ૮ વાગે રડી રહી હતી.)
કર્તા She છે એટલે was અને cry + ing.
4. The tiger was running very fast.
(વાઘ ખૂબ ઝડપથી દોડી રહ્યો હતો.)
કર્તા The tiger છે એટલે was અને run + ing.
5. They were talking when the postman came.
(જ્યારે ટપાલી આવ્યો ત્યારે તેઓ વાતો કરી રહ્યા હતા.)
કર્તા They છે એટલે were અને talk + ing. (when સાથે સાદો ભૂતકાળ)
6. Julie was waiting when I saw her.
(જ્યારે મેં જુલીને જોઈ ત્યારે તે રાહ જોતી હતી.)
કર્તા Julie છે એટલે was અને wait + ing. (when સાથે સાદો ભૂતકાળ. )
7. I met with an accident while I was going to school.
(જ્યારે હું શાળાએ જઈ રહ્યો હતો ત્યારે મારો અકસ્માત થયો.)
કર્તા / છે એટલે was અને go + ing. (સાદો ભૂતકાળ + while.)
8. Sunita was dancing in the party.
(સુનિતા પાર્ટીમાં નાચી રહી હતી.)
કર્તા Sunita છે એટલે was અને dance + ing.
9. They were flying the kites yesterday night.
(તેઓ ગઈ રાત્રે પતંગો ઉડાડી રહ્યા હતા.)
કર્તા They છે એટલે were અને fly + ing.
10. Anita and Anil were reading magazines last night at 12 pm.
(અનિતા અને અનિલ ગઈકાલે રાત્રે ૧૨ વાગ્યે સામયિકો વાંચી રહ્યા હતા.)
કર્તા Anita and Anil (બહુવચન) છે એટલે were અને read + ing.