FUTURE CONTINUOUS TENSE
FUTURE CONTINUOUS TENSE

FUTURE CONTINUOUS TENSE

FUTURE CONTINUOUS TENSE

FUTURE CONTINUOUS TENSE
FUTURE CONTINUOUS TENSE

ક્યારે ઉપયોગ થાય ?

→ જે ક્રિયાઓ ભવિષ્યમાં ચાલુ હશે તે દર્શાવવા ચાલુ ભવિષ્યકાળનો ઉપયોગ થાય છે.

→ યાદ રાખો કે ક્રિયા શરૂ થયા પછી અમુક સમય સુધી ચાલે જેમ કે :

હું આવતીકાલે સવારે મેરેથોન દોડમાં દોડી રહ્યો હોઈશ. (દોડવાની ક્રિયા શરૂ પછી અમુક સમય સુધી ચાલશે.)

અમે આવતીકાલે સાંજે ફળો ખરીદી રહ્યા હોઈશું. (ફળો ખરીદવાની ક્રિયા શરૂ થયા પછી અમુક સમય સુધી ચાલશે.)

→ ભવિષ્યમાં જે ક્રિયાઓ થવાની છે તેનું અનુમાન અથવા ધારણા કરવા માટે પણ ચાલુ ભવિષ્યકાળનો ઉપયોગ થાય છે. જેમ કે :

બચુને કાલે સવારે ૮ વાગ્યા પહેલા કોલ કરતાં નહીં, તે કદાચ સૂતો હશે. (અહીં બચુની સૂઈ જવાની ધારણા છે.)

તેઓ આવતા વર્ષે ઘર બદલી કરી રહ્યા હશે. (ઘર બદલી કરવાની ધારણા છે.)

ચાલુ ભવિષ્યકાળ સૂચવતા શબ્દો.

Tomorrow/Next day/week/year/shortly / in a few minutes.

ચાલુ ભવિષ્ય કાળ કઈ રીતે બને

I / We / You / They / He / She/It/ બહુવચન કર્તા (બે કે વધારે કર્તા)/ એકવચન કર્તા (એક જ કર્તા) + will + be + ક્રિયાપદનુ ing રૂપ (playing / going) + અન્ય શબ્દો

PRESENT PERFECT CONTINUOUS TENSE

ISHALL BEING ક્રિયાપદ (reading)
HEWILL BEING ક્રિયાપદ (eating)
SHEWILL BEING ક્રિયાપદ (watching)
ITWILL BEING ક્રિયાપદ (doing)
WESHALL BEING ક્રિયાપદ (going)
YOUWILL BEING ક્રિયાપદ (driving)
THEYWILL BEING ક્રિયાપદ (singing)
એકવચન કર્તાWILL BEING ક્રિયાપદ (working)
બહુવચન કર્તાWILL BEING ક્રિયાપદ (coming)
Examples:

1. He will be flying a kite tomorrow.

(તે આવતીકાલે પતંગ ઉડાડી રહ્યો હશે.)

કર્તા He છે એટલે will + be + ing ક્રિયાપદ flying.

2. It will be raining tomorrow.

(આવતીકાલે વરસાદ પડી રહ્યો હશે.)

કર્તા It છે એટલે will + be + ing ક્રિયાપદ raining.

3. She will be driving her new car next week.

(તે આવતા અઠવાડિયે તેની નવી ગાડી ચલાવી રહી હશે.)

કર્તા She છે એટલે will + be + ing ક્રિયાપદ driving.

4. Kanu will be waiting for Manu next friday.

(કનુ આવતા શુક્રવારે મનુની રાહ જોઈ રહ્યો હશે)

કર્તા Kanu છે એટલે will + be + ing ક્રિયાપદ waiting.

5. Students will be completing their homework tomorrow 5 pm.

(વિદ્યાર્થીઓ આવતીકાલે ૫ વાગ્યે તેમનું ઘરકામ પુરું કરી રહ્યા હશે.)

કર્તા Students છે એટલે will + be + ing ક્રિયાપદ completing.

Comments

No comments yet. Why don’t you start the discussion?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *